Morbi Bridge Collapsed Live Updates: મોરબીમાં ઝુલતો પૂલ તૂટતા 60થી વધુ લોકોના મોત, અનેક લોકો મચ્છુ નદીમાં ડૂબ્યા, નવા વર્ષે જ બ્રિજનું કરાયુ હતુ ઉદ્દઘાટન

Morbi Bridge Collapsed Live Updates: મોરબીમાં ઝુલતો પૂલ તૂટતા 60થી વધુ લોકોના મોત, અનેક લોકો મચ્છુ નદીમાં ડૂબ્યા, નવા વર્ષે જ બ્રિજનું કરાયુ હતુ ઉદ્દઘાટન


Morbi Tragedy: મોરબીમાં રાજાશાહી વખતનો ઝુલતો પુલ તૂટતા 10 થી વધુ લોકોના મોત થયા છે. પુલ તૂટ્યો એ સમયે બ્રિજ પર અનેક લોકો હાજર હતા. પુલ તૂટતા અનેક લોકો મચ્છુ નદીમાં પડ્યા હતા. જેમા 50 લોકોનુ રેસક્યુ કરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

મોરબીમાં રાજાશાહી સમયનો 150 વર્ષ જૂનો ઝુલતો પૂલ તૂટતા 60થી વધુ લોકોના મોત થયા છે. રવિવાર હોવાથી બ્રિજ પર અનેક લોકોની ભીડ હાજર હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ પુલ પર 400થી 500 લોકો હાજર હોવાની શક્યતા છે. જેના પગલે પૂલ તૂટતા તમામ લોકો મચ્છુ નદીમાં પડ્યા હતા. જેમા અનેક લોકો ડૂબ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાને પગલે મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મોરબી જવા રવાના થયા છે.

મોરબીમાં રાજાશાહી સમયનો ઝુલતો પુત તૂટતા અનેક લોકો મચ્છુ નદીમાં પડ્યા હતા. જેમા 60થી વધુ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ < સહિતના નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી તાત્કાલિક બચાવ કામગીરી અંગે તાકીદ કરી હતી. રાજ્યના પંચાયત મંત્રીના જણાવ્યા મુજબ આ દુર્ઘટનામાં 60થી વધુ લોકોના મોત થયા છે. દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મોરબી જવા રવાના છે. પૂલ તૂટ્યો એ સમયે અનેક લોકો પૂલ પર હાજર હતા આથી મોતનો આંક હજુ વધવાની શક્યતા છે.
<< Newer Older >>