Sudan rescue Indian

આ ફોટો ઓપરેશન કાવેરીનો છે. ❤️

સુદાન નામનો દેશ હાલમાં ગૃહ યુદ્ધની સ્થિતિમાં છે. સુદાનમાં હાલમાં હજારો ભારતીય પરિવારો ત્યાં વર્ષોથી સ્થાયી થયા છે. ભારત સરકારે ખૂબ જ તત્કાલ પગલા ભરી અને આ તમામે તમામને બચાવવા માટેની યુદ્ધ ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે. આ ઓપરેશનનું નામ કાવેરી રાખવામાં આવ્યું છે.

અન્ય દેશોમાંથી ભારતીયોને બચાવવા એ મોદી સરકારનું ખૂબ જ પ્રભાવી કાર્ય છે. યુક્રેન ક્રાઈસીસ હોય, તાલીબાન ક્રેસીસ હોય, લીબીયા ક્રાઇસીસ હોય કે ઈરાન ક્રાઇસીસ આ બધી વખતે ભારત સરકાર દ્વારા લેવાયેલા તત્કાલ પગલાં કાબિલે તારીફ રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ તમામે તમામ પગલાં થકી ભારતની વિશ્વમાં ખૂબ જ મજબૂત છબી ઊભી થઈ છે. યુક્રેન કરાઈસીસ વખતે તો વિશ્વના ઘણા દેશોને આપણે મદદ પણ કરી છે. જેમાં કેટલાક વિકસિત દેશો પણ હતા.

 હમણાં જ લોકસભામાં આપણા વિદેશ મંત્રી એસ જયશંકરનું એક નિવેદન હતું કોઈ અન્ય દેશના વિદેશ મંત્રી તેમને મળ્યા અને ખૂબ જ ગર્વથી કહેતા હતા કે  "યુક્રેનથી અમે બે પ્લેન પાછા લાવ્યા." આવું કહીને તેમણે એસ જયશંકર ને પૂછ્યું કે "તમે કેટલા પ્લેન પાછા લાવ્યા?" ત્યારે એસ જયશંકર એ કહ્યું "90 પ્લેન." સામેવાળા આચાર્યચકિત થઈને જયશંકર ને જોતા હતા.

એ જ દેશ, એ જ વ્યવસ્થા તંત્ર અને એ જ તાકાત, ખાલી નેતૃત્વ બદલાવાના કારણે દેશની અસીમ તાકાતો કામે લાગે તો કેવા પરિણામ આવે આ બાબતો ઉપરના તમામ ઓપરેશન પરથી ખ્યાલ આવે છે.

નોટ: આ નવું ભારત છે 🚩
<< Newer Older >>