આજે કેસર કેરીનો જન્મદિવસ, જૂનાગઢની આ કેરીનું નામ કેસર કેવી રીતે પડ્યું? જાણો તેમનો ઇતિહાસ

 

આજે કેસર કેરીનો જન્મદિવસ, જૂનાગઢની આ કેરીનું નામ કેસર કેવી રીતે પડ્યું? જાણો તેમનો ઇતિહાસ


વંથલીનાં ઓજત નજીક ચામસી અને રવાયું નામની સીમમાં આંબાના બગીચા આવેલા હતા. જુનાગઢના વજીર સાલેભાઇ હતા. તેઓ પોતાના ફાર્મ પર મુલાકાત માટે ગયા હતા. ત્યારે તેની બાજુની વાડીમાં કેરીનો પાક જોયો હતો. આ કેરીનો પાક કરંડિયામાં પેક કરીને પોતાના માંગરોળના મિત્ર જહાંગીર મિયા શેખ ચખાડવા લઈ ગયા હતા.



આજે કેસર કેરીનો જન્મદિવસ છે. આજે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કેસર કેરીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કેરીની અલગ-અલગ જાતોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું. જેમાં કેરીની 50થી વધુ જાતોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. જાણો કેસર શું છે ઇતિહાસ અને કેવી રીતે પડ્યું તેનું નામ...



આ 1930ની વાત છે. એ સમયે વંથલીનાં ઓજત નજીક ચામસી અને રવાયું નામની સીમમાં આંબાના બગીચા આવેલા હતા. જુનાગઢના વજીર સાલેભાઇ હતા. તેઓ પોતાના ફાર્મ પર મુલાકાત માટે ગયા હતા. ત્યારે તેની બાજુની વાડીમાં કેરીનો પાક જોયો હતો. આ કેરીનો પાક કરંડિયામાં પેક કરીને પોતાના માંગરોળના મિત્ર જહાંગીર મિયા શેખ ચખાડવા લઈ ગયા હતા.


આ પાકેલી કેરી ચાખી અને જહાંગીર મિયાએ પોતાના દરબારીઓને પૂછતા તેમણે કહ્યું કે, આજ સુધી આવી કોઈ કેરી અમે ખાધી નથી. ત્યારે બધાના મનમાં સવાલ ઉઠ્યો કે, આ કેરીનું નામ શું રાખવું ?? ત્યારે સર્વાનુમતે નિર્ણય થયો કે, આ કેરીની શોધ સાલેભાઇએ કરી તેથી આ કેરીનું નામ સાલેભાઇની આંબળી રાખવું જોઈએ. ત્યારથી આ કેરી સાલેભાઈની આંબળી કહેવાય છે. આ કેરીની શોધ બદલ સાલેભાઈને સાલેહિંદનો ઈલ્કાબ પણ અપાયો હતો.


માંગરોળમાં થયેલી આ ઘટનાની જાણ જૂનાગઢના નવાબને થઈ તેમણે આ વિષય પર નિષ્કર્ષ સુધી પહોંચવા માટે બાગાયત શાસ્ત્રના નિષ્ણાંત આયંગર સાહેબની મદદ લીધી હતી. આયંગર સાહેબે સાલેભાઇને મળીને આ આંબાના ઝાડની મુલાકાત કરી હતી. આયંગર સાહેબ દ્વારા આ 97 કલમના વર્ધન માટે આદેશ કરવામાં આવ્યો હતો. આ કલમ તૈયાર થતા ઝાડ પરથી ઉતારી અને જૂનાગઢમાં લાવવામાં આવી હતી.



જૂનાગઢમાં નવાબના અનેક બગીચાઓ હતા. જેમાં જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ, સરદારબાગ, સક્કરબાગ, લાલઢોરી, લાલબાગ આ વિસ્તારોમાં કલમો લગાવાઇ હતી. આ બાદ તેમાં લુંબેઝુંબે કેરીઓ આવી હતી.


1934માં આ આંબામાં ફળ આવ્યાં હતાં. આંબામાં હાર્વેસ્ટિંગ કરી તેને ઉતારીને પકવવામાં આવી હતી. ત્યારબાદ ફરીથી દરબારની અંદર માંગરોળની ઘટનાનું પુનરાવર્તન કરવામાં આવ્યું અને દરેક દરબારી પાસે આ કેરી વિશે માહિતી પૂછવામાં આવી હતી. ત્યારે દરેક દરબારી દ્વારા કહેવામાં આવ્યું કે, આ પ્રકારની સુગંધ અને રેસા વાળું ફળ હજુ સુધી ખાધું નથી અને આ ફળની મીઠાસ કેસર જેવી છે. તેથી આ કેરીને કેસરની માન્યતા આપવામાં આવી છે.




આમ કેસર કેરીનું નામકરણ થયું હતું. આવી રીતે ફળનું નામકરણ થયું હોય તેવી ઘટના જવલ્લે જ જોવા મળતી હોય છે. ત્યારે નવાબી કાળમાં થયેલી આ કેરીનું આ નામકરણ આજે લોકોને વાંચવામાં પણ ખૂબ રસ છે. ઉલ્લેખનીય છે કે, દુનિયાની સૌથી મોંઘી કેરી જે ફક્ત જાપાનમાં થાય છે. જેની એક ફળની કિંમત 5000 છે. આ કેરી મધ્યમ મીઠા સ્વાદ સાથે રેસારહિત હોય છે. આ જાપાનની પ્રખ્યાત વેરાયટી છે. જે પાકવા પર લાલ થઇ જાય છે.









<< Newer Older >>