શિહોરના વરલ ગામે સગીરાની છરી વડે હત્યા કરનાર બહુચર્ચિત કેસમાં છરી મારનાર મુખ્ય આરોપીની જામીન અરજી નામંજૂર કરતી અદાલત

 


🎓➖🎓➖🎓➖🎓

*શિહોરના વરલ ગામે સગીરાની છરી વડે હત્યા કરનાર બહુચર્ચિત કેસમાં છરી મારનાર મુખ્ય આરોપીની જામીન અરજી નામંજૂર કરતી અદાલત*

🎓➖🎓➖🎓➖🎓
*મૂળ ફરિયાદી સગીરાના પિતા તરફથી રોકાયેલ વિદ્વાન ધારાશાસ્ત્રી બાબુલભાઈ વાળાની તર્કબદ્ધ રજુઆત ગ્રાહ્ય રાખતી અદાલત*

🎓➖🎓➖🎓➖🎓

આ કેસની હકીકત અનુસાર ગઈ તા.10/02/23 ના રોજ શિહોરના વરલ ગામે વરલ ગામના આગેવાન લશ્કરભાઈ માધાભાઈ બારૈયાની ફક્ત 15 વર્ષની સગીર વયની દીકરી રાધિકાબેનની મુસ્લિમોના જૂથ દ્વારા હત્યા કરવામાં આવેલ હતી જેમાં આરોપી આરીફભાઈ અલારખભાઇ પાયેકે સગીર દીકરી રાધિકાબેનને છરી વડે ઇજાઓ કરેલ હતી જે અન્વયે શિહોર પોલીસ સ્ટેશન દ્વારા *આરોપીઓ સામે આઈ.પી.સી.કલમ - 302,323,504,143,147,148,149 તથા જી.પી.એક્ટ કલમ -135* અન્વયે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરેલ હતી.

આ કેસ અનુસંધાને આરોપી આરીફભાઈ અલારખભાઈ પાયકે રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવા માટે જામીન અરજી દાખલ કરેલ હતી અને તેમના વિદ્વાન ધારાશાસ્ત્રી મારફત રજુઆત કરેલ હતી કે સગીરાને પગમાં એક જ છરીનો ઘા વાગેલ છે અને પોસ્ટમોર્ટમ મુજબ મૃત્યુ માથામાં ઇજા થવાથી થયેલ છે તેમજ આરોપીને પણ સગીરાના પિતાએ પેટમાં છરી મારેલ છે જેથી તેમને પણ ચાર દિવસ હોસ્પિટલમાં દાખલ કરવા પડેલ છે જેથી જામીન મંજુર કરવા જોઈએ જ્યારે *મૂળ ફરિયાદી તરફથી રોકાયેલ વિદ્વાન ધારાશાસ્ત્રી બાબુલભાઈ વાળાએ રજુઆત કરેલ હતી કે આરોપીઓએ ફરિયાદીના ઘરે આવીને હુમલો કરેલ છે આમ ઉશ્કેરણીનું કૃત્ય હાલના આરોપી તરફથી કરવામાં આવેલ છે તેમજ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ પગના ભાગે છરીની ઇજા આવેલ છે અને હાલના આરોપી પાસેથી ગુનામાં વયરાયેલ છરી કબજે લેવામાં આવેલ છે તેમજ નજરે જોનાર સાક્ષીઓએ પણ આરોપીને છરી સાથે બનાવવાળા સ્થળ ઉપર જોયેલ છે જેથી આરોપી સામે પ્રથમદર્શનિય કેસ હોય જામીન અરજી નામંજૂર કરવા ભારપૂર્વક રજુઆત કરેલ હતી.*

આમ સગીરાના પિતા તરફથી રોકાયેલ વિદ્વાન ધારાશાસ્ત્રી બાબુલભાઈ વાળાની સચોટ રજુઆત લક્ષમાં લઈને એડિશનલ સેશન્સ જજ શ્રી એ.એન.અંજારીયા સાહેબે આરોપીની રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવાની અરજી તા.05/07/2023 ના રોજ નામંજૂર ફરમાંવેલ હતી.

 *અત્રે ઉલ્લેખનીય છે કે અખીલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા પ્રમુખ તથા જિલ્લા પંચાયતના સદશ્ય શ્રી મુકેશભાઈ રાઠોડે વિદ્વાન ધારાશાસ્ત્રી બાબુલભાઈ વાળાને કેસ સોંપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ હતુ અને સગીરાના પરિવારને ન્યાય અપાવેલ હતો* 

🎓➖🎓➖🎓➖🎓

*બાબુલભાઈ વાળા*

        એડ્વોકેટ

Mo.9898977075

ઓફિસ : 1, ફર્સ્ટ ફ્લોર, તુલસી ચેમ્બર્સ, પીરછલ્લા રોડ, ભાવનગર.

🎓➖🎓➖🎓➖🎓

<< Newer Older >>