નમસ્કાર મિત્રો 🙏🏻.પથ્થરનો ઘા અને જવાબદારીનું ભાન.
નમસ્કાર મિત્રો 🙏🏻.પથ્થરનો ઘા અને જવાબદારીનું ભાન.
**********
થોડા વર્ષો પહેલાંની વાત છે. મિસ્ટર વિલિયમ એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં ખુબ જ મોટા હોદ્દા પર હતોં. તે કંપનીનો (CEO) હતો. તે પોતાની ગાડીમાં ખુબ જડપથી જઈ રહ્યો હતોં. ત્યા બાજુની ફુટપાથ પર કોઈ અવરજવર ન'તી.
બીજી ઘણી ગાડીઓ પાર્ક કરેલી હતીં.
પાર્ક થયેલી ગાડીઓ વચ્ચેથી એક નાનો છોકરો હાથ ઉંચો કરી કરીને ઈશારો કરી રહ્યો હતોં.
વિલિયમની ગાડી ખુબ જડપથી જઈ રહીં હતીં ત્યા એકાએક એક મોટો પથ્થર વિલિયમની ગાડી ઉપર આવીને પડ્યો અને તેને જોયું કે તેનો સાઈડની બારીનો કાચ તુટીને ચૂરેચૂરા થઈ ગયાં હતાં. વિલિયમ ખુબ જ ગુસ્સે થઈ ગયો અને જયાથી પથ્થર આવ્યો હતોં તે દિશામાં ગાડી વાળી. ગુસ્સામાં ને ગુસ્સામાં તેને પેલાં છોકરાની બોચી પકડીને જોરથી બે ત્રણ લાફા મારી દીધાં અને છોકરાને ખુબ જ ખખડાવી નાખ્યો. સખ્ત માર પડવાથી પેલો છોકરો રડવાં લાગ્યો અને આજીજી કરવાં લાગ્યો કે સાહેબ મારે ખુબ જ મદદની જરુર હતીં હું ક્યારનો હાથ ઉંચો કરી કરીને મદદ માંગી રહ્યો છું પણ કોઈ ગાડી ઉભી રાખતું નથીં આમ કહીને તેને આંખોમા આંસુ સાથે ફુટપાથ પર એક છોકરાને બતાવતાં કહયું કે પેલો મારો ભાઈ અપંગ છે અને તેનું શરીર પણ ખુબ ભારે છે તે વ્હીલચેમાથી પડી ગયો છે અને હું એકલો તેને ઉભો કરીને વ્હીલચેરમાં બેસાડી શકતો નથીં. તે પડી ગયો એટલે તેને વાગી ગયું છે અને લોહી પણ નીકળી રહયું છે......અત્યારે ઠંડી પણ ખુબ છે અને અમારું ઘર અહીંથી દુર પણ છે પણ આપ મારાં ભાઈને વ્હીલચેમાં બેસાડી આપવાની મહેરબાની કરીને મદદ કરશો તો હું આપનો ઉપકાર જીંદગીભર નહીં ભુલું........
આ સાંભળીને વિલિયમને લાગ્યુ કે તેને ખુબ ખોટું કર્યુ છે.તેને પેલાં છોકરાને વ્હીલચેરમાં બેસાડવાની મદદ કરી અને તેનાં રુમાલથી છોકરાના હાથ મોઢું લુછયા અને વાગેલા ઘા માથી ડ્રેસિંગ કરીને નીકળતું લોહી પણ બંધ કર્યુ.......
વિલિયમે કહ્યું કે હું તમને મારી ગાડીમાં ઉતારી જઉં પણ પેલાં છોકરાએ તેનો આભાર માની તેનાં ભાઈની વ્હીલચેર ખેંચીને જવાં લાગ્યો. વિલિયમ તે છોકરો જયાં સુધી દેખાતો બંધ થયો ત્યા સુધી તેને અને તેનાં ભાઈને જોતો રહ્યો.
તે પોતાની ગાડીની બારીનો તુટી ગયેલો કાચ જોઈ રહ્યો અને બોલવાં લાગ્યો કે હવે મારે આ કાચ નવો નખાવવો જ નથીં....આ તુટી ગયેલો કાચ મને મને યાદ અપાવશે કે જીંદગીમાં આટલી બધી ઝડપથી જવું બીલકુલ સારું નથીં કે કોઈ બિચારું જરુરિયાતવાળુ મદદ માટે આપણું ધ્યાન દોરવા માટે પથ્થરનો ઘા કરે.........
હંમેશા પથ્થરનાં ઘા આકરાં હોય છે પણ આપણી સૂતેલી સંવેદનાઓ જગાડીને આપણને આપણી જવાબદારીનું ભાન કરાવે છે.